ડાયાબિટીસ
ડાયાબિટીસ ના લક્ષણો....
ડાયાબિટીસ (મધુપ્રમેહ) રોગ ખોરાકમાંના પોષક ઘટક કાર્બોદિત પદાર્થના ચયાપચયની ખામીથી ઉદ્દભવતો રોગ છે જેમકે અતિ ચા, કોફી, સરબતો, આઈસ્ક્રીમો, અન્ય કાર્બોનિટેડ ઠંડા પાણીઓ, મિઠાઇઓ, અતિ ભારે ચરબીયુક્ત ખોરાક, બેઠાડુ જીવન, માનસિક તાણ, વારસાગત, વ્યાયામ-કસરતનો અભાવ, અયોગ્ય આહાર-વિહાર, વધારે વજન વગેરે.
સામાન્ય રીતે આ રોગના લક્ષણો જેવા કે,
વારંવાર પેશાબ માટે જવું
ખુબ તરસ લાગવી
ખુબ ભૂખ લાગવી
વજન ઘટવું
પગમાં કળતર થવું
પીંડી કડવી
ખાલી ચઢી જવી
ચામડીના રોગો થવા
નબળાઈ લાગવી
ગુપ્ત ભાગોમાં ખંજવાળ-ચળ-ખુજલી આવવી
મોઢામાં મીઠો-મીઠો સ્વાદ આવ્યા કરે
મોઢું સુકાય
આખે ઝાંખપ આવે
ચશ્માંના નમ્બર માં વારંવાર ફેરફાર થાય
ગુમડા નીકળે
ઈજાઓમાં પાક રસી થાય
શરીરે ચળ આવે
ઘાવ ન રૂઝાય
વગેરે એક કે એક કરતા વધારે લક્ષણો ચિન્હો જોવા મળે છે .પરંતુ ઘણીવખત કોઇપણ જાતના લક્ષણો જોવા મળતા નથી એટલે કે અલાક્ષણીક ડાયાબીટીસ હોય ત્યારે આ લક્ષણો નો અભાવ જોવામાં આવે છે. પરંતુ લોહી -પેશાબની તપાસ દ્વારા ચોક્કસપણે જાણી શકાય કે ડાયાબિટીસ છે કે નહી. આ માટે એકવાર રિપોર્ટ કરાવવા હિતાવહ માનવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર....
એક રિપોર્ટ અનુસાર 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન હોય છે. નિષ્ણાંતો અનુસાર સવારે નાસ્તામાં મગની દાળનો ઉપયોગ કરવાથી ઈંસુલિન લેવલ ઓછું રહે છે. આ દાળમાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે જે બ્લડ શુગરને સ્પાઈક થવાથી રોકે છે. ચીલ્લા બનાવવા માટે મેથી, પાલક જેવી લીલી ભાજીનો ઉપયોગ પણ મગની દાળ સાથે કરી શકો છો.
વ્યક્તિએ આ ટેસ્ટ માટે...
વ્યક્તિએ આ ટેસ્ટ માટે ભૂખ્યા પેટે બ્લડ સેમ્પલ આપવાનું રહે છે. 99 mg/Dl હોય અથવા તેનાથી ઓછું હોય તો તે નોર્મલ છે. 100થી 125 mg/dL હોય તો તે પ્રિડાયાબિટીસ ગણવામાં આવે છે. 126 mg/dLથી વધુ હોય તો વ્યક્તિને ડાયાબિટીસ છે તેવું ગણવામાં આવે છે.
યાબિટીસના બે મુખ્ય પ્રકાર છે....
ટાઇપ 1 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન
બનાવતા કોષોનો નાશ થાય. આ શા માટે થાય છે તેનું કારણ કોઈને
ખબર નથી, પરંતુ કોષોને થતું નુકસાન મોટેભાગે રોગપ્રતિકારક તંત્રની
અસામાન્ય પ્રતિક્રિયા હોવાની સંભાવના વધારે છે જે વાઇરસ અથવા
અન્ય ચેપને કારણે થઈ હોઈ શકે છે.
Social Plugin